Homepage
Sangh Parichay
Sampraday Parichay
Mukhya Mandir
Main NandSanto
Gurukul's Phone Numbers
Temple's Phone Number
Gurukul's Address
Temple's Address
Gurukul Parichay
યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી
           ગર્ભસિદ્ધ યોગીરાજ ગોપાળાનંદસ્વામી આ સંપ્રદાયના એક મહાન યોગીપુરુષ હતા.યોગી તરીકે તેમની શક્તિ સૂર્ય-ચંદ્રની ગતિમાં પણ ફેરફાર કરી શકતી.અનેક ઐશ્વર્યોના સ્વામી હોવા છતા શ્રીહરિનું દાસત્વ તેમની આગવી છાપ હતી.

           પ્રભાવશાળી વ્યક્તિત્વ,સતાવાહી આવાજ,ઉત્કૃષ્ઠ તત્વજ્ઞાન,વિપુલ સાહિત્ય સર્જન અને ગમે તેવા મન ભેદ કે મતભેદનો સરળ ઉકેલ શોધવાની વ્યવ્હાર દક્ષતાને કારણે સંપ્રદાયમાં બંન્ને દેશના ગાદિપતિ આચાર્યોના પણ ઉપરી તરીકે શ્રીહરિ દ્વારા નિયુક્તિ પામેલા સંતવર્યશ્રી ગોપાળાનંદ સ્વામીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ટોરડા ગામે રહેતા મોતીરામ ઠાકરને ઘરે માતા શ્રી કુશળબાની કુખે વિ.સં.1837 મહાસુદ 8ને સોમવારે થયો હતો.
            બાળપણથી જ સ્વામીના જીવનમાં અનેક પરચાઓ નોંધાયા છે.શામળાજી ભગવાન તેમની સાથે બાળરુપ ધારણ કરી રમવા આવતા.આ વાત પ્રસિદ્ધ છે.ગામમાં આવેલા માંત્રિકના શાલીગ્રામ ઘણાં પ્રયત્નો કરવા છતા માંત્રિકને મળ્યા નહતા એ પણ ખુશાલની યોગશક્તિનો જ પ્રભાવ હતો.
            ખુશાલ ભટ્ટે પાઠશાળામાં વિપ્ર બટુકોને ભણાવવાનું શરુ કરેલું.થોડી ભણાવી,ઝાઝુ ભજન કરાવે.સમય જતા જેતલપુર આવ્યા.મહારાજને મળ્યા.મુક્તાનંદ સ્વામી પાસે રહીને રામાનુજ ભાષ્ય સહિત શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણ્યા અને અંતે દિક્ષા ગ્રહણ કરી "ગોપાળાનંદ સ્વામી"થયા.
સ્વામીએ સત્સંગના બંધારણને સ્થિર સ્વરુપ આપ્યુ.સ્વયં ઈશ્વર જેવું સામર્થ્ય ધરાવતા હોવા છતા શ્રીજી મહારાજના સંદેશ વાહક બનીને અવિરત વિચરણ કરતા રહ્યા.તેમની યોગશક્તિ અને ઐશ્વર્યના સ્વતંત્ર ગ્રંથો રચાય એટલા વિપુલ પ્રસંગો છે.
            વૈદુષ્યની દુનિયામાં તેઓ બ્રહ્મસુત્ર,ભગવદ્ ગીતા અને ઉપનિષદ્ ભાષ્યના કર્તા છે.યોગીઓના સમુહમાં તેઓ જગવંદ્ય યોગીરાજ કહેવાય છે. અપાર શક્તિ સામર્થ હોવા છતા તેમણે ક્યારેય પોતાના માટે તેનો ઉપયોગ નથી કર્યો.છતા અવાર નવાર દુઃખી ભક્તોની પ્રાર્થનાથી તેમનું સંત હૃદય દ્રવી ઉઠતુ ત્યારે તેમના યોગ સામર્થ્યના વિજચમકારા જોવા મળતા.
            સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આશરે સાડાચાર દાયકઓ સુધી સત્સંગની સેવા બજાવી છે.શ્રીજી મહારાજ અતંર્ધાન થયા પછી લગભગ 22વર્ષ સુધી સત્સંગને ફેલાવવા,સુદ્રઢ બનાવવા શિરછત્ર બન્યા.71 વર્ષ,3માસ અને 12દિવસનું આયુષ્ય વ્યતીત કરી તેઓ સંવત 1908 વૈશાખ વદ પ ના દિવસે અક્ષરધામમાં સિધાવ્યા.સ્વામીનો અંત્યેષ્ટી સંસ્કાર જ્ઞાનબાગ વરતાલમાં કર્યો છે.એની ચિરસ્મૃતિ રુપે હાલ ત્યાં સુંદર છત્રી છે.